11 GLOBAL GUJARATIS & GLOBAL INDIANS

  • શ્રી ધીરજ પારેખ
    અમેરીકા નિવાસી શ્રી ધીરજ પારેખ સંશોધક, લેખક, નિર્માતા, આયોજક….છે. “દિવ્ય ભાસ્કર”ના મીરાં ત્રીવેદીએ “ન્યૂ જર્સીનું ગુજરાતી રત્ન…ધીરજ પારેખ” વિષે તારીખ ૧૪ મે, ૨૦૦૮ ના દિવ્ય ભાસ્કરની “કળશ” આવૃતિમાં લેખ પ્રકાશિત કર્યો છે.આ લેખમાં તેમને મળેલ વિવિધ એવોર્ડની વિગત પણ છે.
  • શ્રી મુકેશ માઈક પટેલ, ડૉ. ધીરજ શાહ, ડૉ.ભૂપેન્દ્ર પટેલ ડૉ સંપત એસ શિવાન્ગી,  વિ. ૬ ઈન્ડિયન અમેરિકનને Ellis Island Medal of Honour for 2008 મળ્યો છે.
  • MANJULA  SOOD

         India-born (born in Ludhiana) Manjula Sood is set to be Britain’s        first Asian woman Lord Mayor, Leicester’s first citizen, in Leicester on May 15, 2008 and she will hold the post for one year. She is also Britain’s first Asian female High Bailiff.

  • શ્રી રમેશ રાવલ

                 દિવ્ય ભાસ્કરના શ્રી લલિત ખંભાયતાએ તેમના તારીખ ૨૧ મે ૨૦૦૮ ના દિવ્ય ભાસ્કરની “કળશ” આવૃત્તિમાં ગરવા ગુજરાતી શિર્ષક હેઠળ શ્રી રમેશ રાવલ વિષે માહિતિ પ્રકાશિત કરી છે. જેમાં તેમણે શ્રી રમેશ રાવલને  “અમેરિકાના અલગારી એડવોકેટ” તરીકે ગણાવ્યા છે. આવા શ્રી રમેશ રાવલ વિષેની આ માહિતિ માટે સદર લેખ વાંચવા જેવો છે.

  • ડૉ. જયેશ પટેલ
            તારીખ ૨૩ મે ૨૦૦૮ના દિવ્ય ભાસ્કરમાં ડૉ. જયેશ પટેલ વિષેની   માહિતિ પ્રકશિત કરવામાં આવી છે. તે મુજબ એન આર આઈ ડૉ. જયેશ પટેલનું ગુજરાતના રાજ્યપાલ મહામહિમ શ્રી નવલકિશોર શર્માના હસ્તે “ગુજરાત ગ્લોરી” એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ડૉ. જયેશ પટેલ અમેરિકામાં વસતા ગુજરાતીઓને અમેરિકાની સરકારની તબીબી યોજનાના લાભ મળે તે માટેની માહિતિ આપે છે. ડૉ.જયેશભાઈ શાંતિલાલ પટેલને અમેરિકામાં ગુજરાતીઓના તારણહાર ગણવામાં આવે છે. 
  • ગુજરાત ગ્લોરી એવોર્ડથી સન્માનીત મહાનુભાવો -(૧) શ્રી ગોવિંદભાઈ પટેલ, (૨) શ્રી કૃષ્ણકાન્ત વખારીયા, (૩) શ્રી બાબુલાલ સોની અને (૪) ડૉ જયેશ પટેલ

                  ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી નવલકિશોર શર્માના હસ્તે તારીખ ૧૬ મે, ૨૦૦૮ ના રોજ શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી કૃષ્ણકાન્ત વખારીયા, શ્રી બાબુલાલ સોની અને એન આર આઈ ડૉ. જયેશ પટેલનું “ગુજરાત ગ્લોરી એવોર્ડ” આપી સન્માન કરવામાં આવ્યું છે. ”ગુજરાત ગ્લોરી એવોર્ડ” ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોસિયલ વેલફેર (NGO) દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં થયેલ માનવતાના કાર્યો માટે આપવામાં આવે છે, મહામહિમ રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્મા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોસિયલ વેલફેર સંસ્થાના પ્રમુખ છે.  શ્રી ગોવિંદભાઈ પટેલ પ્રતિષ્ટ્ઠિત ઉધ્યોગપતિ તેમજ ગણેશ હાઉસીંગ કૉરપોરશનના ચેરમેન અને સ્થાપક છે. તેમણે કરેલી લોકકલ્યાણની સેવાઓ બદલ તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણકાન્ત વખારીયા જાણીતા ધારાશાસ્ત્રી અને વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ છે. શ્રી બાબુલાલ સોની આંતરરાષ્ટ્રીય ચિત્રકાર છે. ડૉ. જયેશ પટેલ જાણીતા તબીબ છે અને USA માં વરિષ્ઠ નાગરિકો માટે તેમજ ગુજરાતીઓ માટે માનવતાના કાર્યો માટે ઘણી સેવા નિસ્વાર્થ ભાવે આપે છે.

  • પ્રસૂન દેસાઈ

                  શ્રી પ્રસૂન દેસાઈ,પીએચ.ડી., ગુજરાતના છે  અને ફિનિક્સને રાતા ગ્રહ મંગળ ઉપર ઉતારવામાં તેમની મહત્વની ભૂમિકા છે. તેઓ નાસામાં Senior Aerospace Engineer તરીકે કામ કરે છે અને તેમના હાથ નીચે ૨૫ વૈજ્ઞાનિકો કાર્યરત છે. શ્રી પ્રસુન દેસાઈ an Indian-American Engineer અને તેમનું વતન વેગામ, ગણદેવી, જી. નવસારી છે.

  • સકીના આરસીવાલા
             સકીના આરસીવાલા (જેઓ ગુજરાતી છે) You Yube ના આંતર રાષ્ટીય મેનેજર છે. YouTube is a video sharing website where users can upload, view and share video clips.
  • સુનિતા વિલિયમ્સ

  ભારતીય મુળની ગુજરાતી અમેરિકન સુનિતા વિલિયમ્સને પદ્મભૂષણનો સર્વોચ્ચ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર ભારતનો બીજા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર છે અને તે તેણીને તેણીએ અંતરિક્ષમાં ૧૯૫ દિવસની સફર કરી વિક્રમ સ્થાપવા બદલ આપવામાં આવ્યો છે.

  • શ્રી મનુભાઈ વોરા

            અમરેલીના વતની શ્રી મનુભાઈ વોરા અમેરિકાના શિકાગોમાં રહે છે. તેઓ BLIND FOUNDATION OF INDIA -(BFI) ના સ્થાપક છે. તેઓને જુન ૩૦, ૨૦૦૮ ન રોજ તેમણે કરેલ સમાજ સેવાના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ “ASIAN -AMERICAN COMMUNITY AWARD” થી સન્માનીત કરવામાં આવ્યા છે.

Leave a Reply