10 From the editors’s desk, News Letter May 2008
Tuesday, May 20th, 2008
પ્યારા વાચક મિત્રો,
આમ જ જો, તમારો સહકાર મળે અને મળતો રહે તો વાંચન અને જ્ઞાનનું આ ઝરણું નદી કે મહા નદી થઈ સમુદ્ર થવા જશે કે નહીં એ મારી કલ્પના બહારની વાત છે.
તમને કંઈક રસીક લાગે એવું આ વખતના ન્યુઝ લેટરમાં આપવાનો પ્રયત્ન એટલે થતો લાગે છે કે તમે જ તમને મદદ કરી હોય અને લેખો, કવિતા કે જાણવા જેવું અહીં એકત્રીત કરવા લાવ્યા જેવું કે, સમયના ઉપયોગ વિશેનો લેખ તો વળી મનની ઉદ્ ભવતી સ્ફુરણાઓ કે કલ્પનાઓ, ક્ષમા કે પ્રાર્થના સ્વરુપે ની રજુઆત તો ક્યારેક મનની શાંતિના ઉપાય કે હેલ્થ ટિપ્સ ની વાતો લેખ દ્વારા વાંચી અને તેનો કદાચ ઉપયોગ કરી તમને તમારા મુશ્કેલીના માર્ગો જો મળે તો મારે મન એ આનંદનો વિષય રહેશે.
આમ તો મેં કશું જ નથી કર્યું કે કરતો, એક વ્યવસ્થિત કુરીયર સેવાઓની જેમ અંધકારમાં પડેલા મગજના કોક ખુણેથી તમારા વિચારોને થોડો ઓપ આપી એમ કહો કે સુવર્ણને અલંકારમાં ફેરવવાનો એક વિવિધ લક્ષી પ્રયાસ છે. તો હવે મારી એ જ વિનંતી કે આવા લેખો કે પૂર્તિના સહભાગી કેટલાક ગણ્યા ગાંઠ્યા રહે તેના બદલે આપણા બધામાંથી ઘણા લેખો આવે જેની છણાવટ અને પૃથકરણનું કામ પણ મને દ્વિધામાં નાખે તો તે અલંકૃત થતી ભાષા ચોક્કસ સાગરનું સ્વરુપ ધારણ કરશે. જેને કિનારે ઉભા રહી ન્રિપા ફેમિલીના બધા સભ્યો તેના મગજને નવપલ્લવિત કરતા રહેશે.
અને જે પોતે થોડું લખી શકે છે કે અનુભવો રજુ કરી શકે છે એ ભાવના સભર વાતો પોતે કરી શકે છે તથા આમ જ જાતને મજબૂત બનાવી શકે છે એવો અહેસાસ તેમને થાય છે. હું કંઇક કરી શકું છું એ ભાવના તો ખરેખર માનવીને સન્માન કરે છે અને નવજીવન બક્ષે છે. એકલવાયાપણાની તેમની જીદગી તેઓ ખંખેરી નાખે અને ખુમારીથી જીવી શકે એવો ભાસ જ્યારે થાય ત્યારે પોતે પોતાની જાતના ઘડવૈયા બને અને આનંદ પામે તથા અન્યને આનંદીત કરે.
આજ ન્રિપાનું સૂત્ર તમે સાધી શક્યા છો અને તેને ઉત્તરોત્તર આગળ ધપાવતા રહો એવી ઈચ્છા સાથે આજે છુટા પડીએ,
અસ્તુ….